શિહીદ સ્મારકે યોજાયો "એક શામ જવાનો કે નામ "કાર્યક્રમનુ આયોજન કરાયું....
ભુજ તાલુકાના ખાવડા ખાતે 26 જાન્યુઆરીના દિવસે સીમ તિરંગા યાત્રા યોજાઈ હતી , સાથોસાથ ધર્મશાળા ચોકી ખાતે એક શામ જવાનોને કે નામનો કાર્યક્રમ પણ યોજાયો હતો . સમાજન કલ્યાણ સમિતિ ખાવડા તાલુકા દ્વારા સીમા તિરંગા યાત્રા અંતર્ગત બાઈકરેલીનુંખાવડાથી ધર્મશાળા ચોકી શહિદ સ્મારક સુધી 70 બાઇકવીરો સાથે બાઈકરેલીનું આયોજન કરાયું હતું . ખાવડામાં પ્રારંભે આર . એસ . એસના વિભાગ કાર્યવાહ જેન્તીભાઇ નાથાણીએ યુવાનોને જાગૃત કરતા કહ્યું કે , અખંડ ભારત સદૈવ રહેવું જોઈએ . ફરીથી રાષ્ટ્રના ટુકડા ન થાય માટે યુવાનોને રાષ્ટ્રીય કાર્યોમાં જોડવા આહવાન કરાયું હતું બીએસએફની ધર્મશાળા ચોકી શહીદ સ્મારક ખાતે આયોજિત એક શામ જવાનોને નામ કાર્યક્રમમાં દેશભક્તિના ગીતોના તાલે જવાનો ઝૂમી ઉઠ્યા હતા . બિદડા હાઈસ્કૂલના વિદ્યાર્થીનોએ તલવાર રાસથી સૌને અચંબિત કર્યા હતા . પ્રસંગે બીએસએફના અધિકારી રાહુલ વશિષ્ટએ સીમાવર્તી વિસ્તારોમાં લોકજાગૃતિ પર ભાર મુક્યો હતો . સમિતિના મહામંત્રી જીવણભાઈ આહિરે સીમાંકનકલ્યાણ સમિતિના કાર્યોમાં જોડાવા આહવાન કર્યું હતું . કાર્યક્રમમાં આર્થિક સહયોગ આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન પરેશ ઠક્કરનો રહ્યો હતો . આ કાર્યક્રમમાં હિંમતસિંહ વસણ , હીરાલાલ રાજદે , પંકજ રાજદે , બીજલ મારવાડા , આનંદ રાજદે , રાજમલજી સોઢા , ધવલ ઠક્કર , દિનેશભાઈ ગજ્જર પરેશભાઈ ઠક્કર સહિતના ઉપસ્થિત રહ્યા હતા .



No comments:
Post a Comment