રાજકોટના દાદા-દાદીએ જીવન પર્યત બચાવેલી મૂડીમાંથી 51-51 હજાર રૂપિયાનું દાન મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં આપ્યું - CINE AISHWARYA

Breaking

Translate

Thursday, April 23, 2020

રાજકોટના દાદા-દાદીએ જીવન પર્યત બચાવેલી મૂડીમાંથી 51-51 હજાર રૂપિયાનું દાન મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં આપ્યું

જૈફ વયના લાલબાપા કાનાણી અને રૂપાઈબેન કાનાણીએ રાષ્ટ્રીય ધર્મ બજાવ્યો
રાજકોટના કલેક્ટરશ્રી રેમ્યા મોહનજીને દાદા-દાદીએ સ્વ હસ્તે ચેક અર્પણ કર્યોલાલબાપા કાનાણી માજી ધારાસભ્ય શ્રીરત્નાબાપા ઠુમ્મરના ખાસ મિત્ર છે
રાજકોટઃ વિશ્વ કોરોના વાઇરસ રૂપી ખતરનાક બિમારી સામે લડી રહ્યું છે. આ આફતમાં ગુજરાત અને સમગ્ર દેશ પણ સપડાયો હોય સરકાર અને તંત્રની સાથે સાથે અનેક સામાજિક સંસ્થાઓ અને ભામાશાઓ પણ આગળ આવ્યા છે અને પોતાનાથી થતી મદદ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી છે. હાલ આ કોરોના રૂપી મહામારી સામે લડવા ગુજરાતમાંથી પણ અનેક દાતાશ્રીઓ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી રાહત ફંડમાં યથાશક્તિ દાન આપી રહ્યા છે. ત્યારે રાજકોટના આવા જ એક જૈફ વયના દંપતીએ રાષ્ટ્ર પર આવી પડેલી આપત્તિમાં ઉપયોગી થવા પોતાની બચત કરેલી મૂડીમાંથી કુલ 1 લાખ 2 હજારનું અનુદાન આપ્યું છે.મૂળ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામના અને હાલ રાજકોટ રહેતા લાલભાઈ અરજણભાઈ કાનાણી (ઉં.વ- 94) અને તેમના પત્ની રૂપાઈબેન કાનાણી (ઉં.વ. 87) ને વિચાર આવ્યો કે, હાલ જ્યારે માનવી પર કોરોના રૂપી આફત આવી પડી છે ત્યારે રાષ્ટ્રકાજે કઈક કરવું. તેથી આ દાદા-દાદીએ નક્કી કર્યું કે પોતાની જીવન પર્યત બચાવેલી મૂડીમાંથી 51-51 હજાર રૂપિયા કોરોના વાઇરસ અંતર્ગત મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં આપવા. આમ દાદા-દાદીએ 51-51 હજાર રૂપિયા એમ બન્નેએ મળીને કુલ 1 લાખ 2 હજાર રૂપિયા સ્વતંત્ર બચતમાંથી રાષ્ટ્ર સેવામાં અર્પણ કર્યા. લાલભાઈ કાનાણી અને તેમના પત્ની રૂપાઈબેન કાનાણીએ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીએ જઈને તારીખ 23 એપ્રિલના રોજ રાજકોટના કલેક્ટરશ્રી રેમ્યા મોહનજીને 51-51 હજાર રૂપિયાના ચેક અર્પણ કર્યા.

No comments:

Post a Comment

Pages