કચ્છમાં મતદારયાદી પ્રસિદ્ધ... - CINE AISHWARYA

Breaking

Translate

Thursday, January 31, 2019

કચ્છમાં મતદારયાદી પ્રસિદ્ધ...




કચ્છમાં મતદારયાદી પ્રસિદ્ધ : ૧૪.૬૭ લાખ મતદારો


ભુજ : લોકસભા ચૂંટણીને આડે અંદાજે બે મહીના જેટલો સમય બાકી રહ્યો હોઈ ચૂંટણીતંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ આરંભી દેવા આવ્યો છે. કચ્છમાં પણ તંત્ર વ્યસ્ત બન્યું હોઈ આજે મતદારયાદીની પ્રસિદ્ધિ કરાતાં કચ્છમાં ૧૪.૬૭ લાખ મતદારો નોંધાયા છે. જો કે, લોકસભા ચૂંટણી પૂર્વે મતદારોમાં હજુ પણ વધારો થઈ શકે છે.આ અંગેની વિગતો મુજબ કચ્છમાં આજે પ્રસિદ્ધ થયેલી મતદારયાદી ૧૪,૬૭,૧૮૭ મતદારો નોંધાયા છે. વિધાનસભા વિસ્તાર મુજબ વાત કરીએ તો અબડાસામાં ર,ર૯,૪૬૪, માંડવીમાં ર,૩૦,પ૬૬, ભુજમાં ર,૬૩,પ૦૦, અંજારમાં ર,૩૬,પ૮૬, ગાંધીધામમાં ર,૮૪,રપ૯ અને રાપર મત વિસ્તારમાં ર,રર,૮૧ર મતદારો નોંધાયા છે. કુલ મતદારો પૈકી સ્ત્રી મતદારો ૭,૦૧,૯૧૯ જયારે પુરૂષ મતદારો ૭,૬પ,રપ૩ છે. તો મતદાન બૂથોની સંખ્યા ૧૮૪૬ છે. લોકસભા ચૂંટણી પૂર્વે હજુ પણ મતદારોમાં વધારો થશે.

No comments:

Post a Comment

Pages