૭૩માં પ્રજાસત્તાક દિન પર્વ ની ઉજવણી માંડવી નગર પાલિકા ખાતે કરાઈ - CINE AISHWARYA

Breaking

Translate

Wednesday, January 26, 2022

૭૩માં પ્રજાસત્તાક દિન પર્વ ની ઉજવણી માંડવી નગર પાલિકા ખાતે કરાઈ

૭૩માં પ્રજાસત્તાક દિન પર્વ ની ઉજવણી માંડવી નગર પાલિકા ખાતે કરાઈ 
માંડવી નગર અધ્યક્ષા હેતલબહેન સોનેજીએ ૭૩માં પ્રજાસત્તાક દિન પર્વની શહેરીજનોને શુભેચ્છા પાઠવી રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી. શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ એ પરેડ કરેલ હતી. આ પ્રસંગે તમામ નગર સેવકો, પૂર્વ નગરપતિ મેહુલ શાહ, સામંતસિંહ સોઢા, કનૈયાલાલ વૈષ્ણવ,પરાગ મર્દાનિયા, માંડવી બી.એસ. એફ. ના જવાનો સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતા. મુખ્ય અધિકારી જિગર પટેલના માર્ગદર્શન હેઠળ હેડ ક્લાર્ક કાનજી શિરોખા, ચેતન જોષી, ભૂપેન્દ્ર સલાટ, જયેશ ભેડા, રાજેશ ગોર, મોહન પરમાર વગેરે સહયોગી રહ્યા હતા. કાર્યક્રમમાં નિબંધ સ્પર્ધા તેમજ વિવિધ ક્ષેત્રે વિજેતા બનેલ સ્પર્ધકોને મહાનુભવોના વરદ હસ્તે ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવેલ.

No comments:

Post a Comment

Pages