બજેટ 2019: ખેડૂતોને રાહત, મજૂરોને પેન્શન અને 5 લાખ સુધી ઇન્કમટેક્સ નહીં - CINE AISHWARYA

Breaking

Translate

Friday, February 1, 2019

બજેટ 2019: ખેડૂતોને રાહત, મજૂરોને પેન્શન અને 5 લાખ સુધી ઇન્કમટેક્સ નહીં



બજેટ 2019: ખેડૂતોને રાહત, મજૂરોને પેન્શન અને 5 લાખ સુધી ઇન્કમટેક્સ નહીં


નાણા મંત્રી તરીકે કાર્યકારી હવાલો સંભાળતા પિયુષ ગોયલે કરી બજેટ ભાષણની શરુઆત.

નાણા મંત્રીના ભાષણના મહત્તવનાં મુ્દ્દાઓ


● પોસ્ટમાં 40,000 સુધી ટેક્સ નહીં લાગે.

● રોકાણ કરવા પર 6.5 લાખ સુઘી કોઈ ટેક્સ નહીં.

● પાંચ લાખની આવક સુધી ઇન્કમટેક્સ નહીં.

● અનુસૂચિત જાતિના બજેટમાં 35 ટકાનો વધારો,

● આગલા પાંચ વર્ષમાં ભારત 5 ટ્રિલિયનનું અર્થતંત્ર બનશે. આવનારા 8 વર્ષમાં ભારત 10 ટ્રિલિયન ડોલરની અર્થ વ્યવસ્થા હશે.

● 2030 સુધી દેશની તમામ નદીઓ સાફ કરવાનું લક્ષ્ય

● 2022 સુધી પૂર્ણ સ્વદેશી ઉપગ્ર મોકલીશું

● નોટબંધી પછી એક કરોડથી વધારે લોકોએ રિટર્ન ફાઇલ કર્યુ, 3 લાખ 38 હજાર શેલ કંપનીઓ ઓળખી કઢાઈ

● અમારી સરકાર બ્લેકમનીને નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ

● જાન્યુઆરી સુધી 1 લાખ 3 હજાર જીએસટી કલેકશનનું અનુમાન.

● ઘર ખરીદવા પર જીએસટી ઓછો કરવાનો વિચાર છે.

● નાના, મોટા ઉધોગપતિઓને આગળ વધવાનો મોકો આપ્યો.

● રિટર્ન ફાઇલ કરનારાઓની સંખ્યા વધી, 12 લાખ કરોડ ટેક્સ જમા થયો. 6.85 કરોડ લોકોએ ટેક્સ ભર્યો.

● 99.54 ટકા રિટર્ન તરત મંજૂર કર્યા

● 24 કલાકમાં રિફંડ મળશે

● ટેક્સ ઓછો કરવો એ પ્રાથમિકતા. ટેક્સમાં ઘટાડો કરાયો

● 21 હજારનું વેતન ધરાવનારને 7 હજારનું બોનસ મળશે. શ્રમિકનું મોત થતાં વળતર 6 લાખ.

● ગ્રૅચ્યુઇટીની મર્યાદા રૂ. 10 લાખથી વધારીને રૂ. 30 લાખ કરવામાં આવી.

● આંગણવાડી અને આશા બહેનોની પગારમાં 50 ટકાનો વધારો

● 42 કરોડ અનઓર્ગેનાઈઝ કામદારો, કડિયાકામ, બીડી, રીકર્શાવાળા, હસ્ત ઉદ્યોગો, ઘરઘાટીઓને વૃદ્ધ ઉંમર માટે - આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજના સાથે

● 12,000થી ઓછી આવકવાળા માટે પીએમ શ્રમયોગી માન ધન યોજના

● ઇપીએફઓ સભ્યતામાં 2 કરોડનો વધારો

● કેન્દ્રિય વેતન આયોગ - કર્મચારીનો ભાગ 10 ટકા જાળવીને સરકારનો ફાળો 4 ટકા વધારી ને 14 ટકા વધાર્યુ

● ન્યૂનતમ વેતનમાં 42 ટકાનો વધારો

● સમયે લોન ચુકવી દે તો વધારાના 3 ટકાની છૂટ અપાશે.

● સરળ અરજીથી ખેડૂતોને જોડવા ઝુંબેશ શરૂ કરાશે.

● કુદરતી આફતો વખતે પાકનું વળતર મેળવવા માટે દરેખેડૂતોને નેચરલ ડિઝાસ્ટર રિલીફ ફંડમાંથી 2 ટકા સબસિડી આપીશું

રાષ્ટ્રિય ગોકુલ મિશન માટે રૂ. 1750 કરોડની જોગવાઈ.

● રાષ્ટ્રીય કામધેનુ આયોગ - ગાયની ઉત્પાદન ક્ષમતા અને સુરક્ષા માટે પ્રયત્ન

● ગૌ માતા માટે આ સરકાર ક્યારેય પાછી નહીં પડે, જે જરૂરે પડે એ કરી છૂટશે.

● પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધિ અંતર્ગત 2 હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂતને 6 હજાર રૂપિયા દર વર્ષે સીધી આવક. આ સહાય તેમના ખાતામાં આપવામાં આવશે.

● 2 હજારના ત્રણ હપ્તામાં આપવામાં આવશે. 12 કરોડ ખેડૂત પરિવારોને સીધો લાભ મળશે.

● આ યોજના 1 ડિસેમ્બર 2018થી અમલમાં આવશે. રૂ. 2 હજારનો પહેલો હપ્તો ટૂંક સમયમાં તેમના ખાતામાં જમા થશે.

● 75,000 કરોડ સરકાર ભરશે. 12 કરોડ ખેડૂતોને ફાયદો થશે.

● લાગુ કરી જેમાં સીમાંત ખેડૂતોને 6000 રુપિયા પ્રતિવર્ષ ડાયરેક્ટ આપવાનો નિર્ણય.

● ખેડૂતોની આવક બે ગણી કરવા માટે કામ કર્યુ.

● અમારી સરકારે ખેતીમાં 22 પાકોમાં લઘુતમ સમર્થન મૂલ્ય વધાર્યુ.

● ગામડાનો આત્મા જીવંત રાખીને શહેરો જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવાનો ઉદ્દેશ.

● ગ્રામ સડક યોજના 19 હજાર કરોડ ગામ સુધી બસ પહોંચી શકે છે.

● મિશન મોડમાં ખાનગી ક્ષેત્રે - 143 કરોડ એલઇડી બલ્બ ઉપલબ્ધ કરાવાયા

● વીજળીના બીલમાં 50 હજાર કરોડની મદદ મળશે.

● સૌભાગ્ય યોજના થકી ઘરોમાં વીજળી પહોંચાડી. 2014 સુધી અઢી કરોડ લોકો વીજળી વગરના હતા. માર્ચ 2019 સુધીમાં બધાને વીજળી મળી જશે.

● 1 કરોડ 53 લાખ ઘરો બાંધ્યા , જે અગાઉ કરતા પાંચ ગણા વધારે છે.

● શિક્ષણસંસ્થાઓમાં સરકારે બેઠકો વધારી.

● દેશના સંસાધનો પર પહેલો અધિકાર ગરીબોને છે અને એટલે 10 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી.

● સ્વચ્છ ભારત અભિયાન સરકારી યોજનામાંથી એક આંદોલન બની ગયું.

● નાણાકીય ખાધ ઓછી કરી છે અને 5 વર્ષમાં એફડીઆઈમાં અભૂતપૂર્વ વધારો.

● મોંઘવારીને કાબુમાં કરવા 40 ટકા ખર્ચ બચાવ્યો.

● એમણે કહ્યું કે અમારી સરકારે મોંઘવારીની કમર તોડી નાખી છે.

એમણે અરુણ જેટલીને યાદ કર્યા અને એમને જલ્દી સ્વસ્થ થવાની શુભેચ્છાઓ આપી.

પિયુષ ગોયલે બજેટ રજૂ કરતા અગાઉ રાષ્ટ્રપતિની મુલાકાત લીધી હતી.
ત્યારબાદ તેમણે કૅબિનેટની બેઠકમાં વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું, જેને કૅબિનેટે મંજૂરી આપી છે.



No comments:

Post a Comment

Pages