સામખીયારી જુના બસ સ્ટેન્ડ પાસે શહીદોને કેન્ડલ દ્વારા શ્રંધાજલિ આપવામાં આવી - CINE AISHWARYA

Breaking

Translate

Friday, February 15, 2019

સામખીયારી જુના બસ સ્ટેન્ડ પાસે શહીદોને કેન્ડલ દ્વારા શ્રંધાજલિ આપવામાં આવી


કચ્છ ના પ્રવેશદ્વાર સામખીયાળી નાં જુના બસ સ્ટેન્ડ પાસે શહીદો ને શ્રદ્ધાંજલી અપાઈ હતી 

 જમ્મુ-કાશ્મીર માં થયેલ આંતકી હુમલા માં શહીદ થયેલ જવાનો ને શ્રદ્ધાંજલિ આપવા આજે સાંજે સામખીયાળી નગર જનો દ્વારા બે મિનિટ નું મૌન પાળી ગામ ના જુના બસ સ્ટેશન ખાતે આવેલા ગામ સ્થાપક કચરાબાપા ની પ્રતિમા પાસે કેન્ડલ માર્ચ સાથે પ્રથમ બે મીનીટ નુ મૌન પાળી નાપાક ત્રાસવાદી હુમલામાં શહીદી ને વરેલા દેશના વિર જવાનો ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
    કાયરતા ના પર્યાય સમા આ હુમલા થી સદમા માં આવી ગયેલા સમગ્ર દેશ ની સાથે સામખીયાળી ગામ માં કાલ થી શોશીયલ મીડિયા ના માધ્યમ દ્વારા સતત વિર શહીદો ને શ્રદ્ધાંજલિ ઓ આપી રહેલા નાગરિકો એ આજે રાત્રે આઠ વાગ્યે સમુહ શ્રદ્ધાંજલિ અર્પી ત્યારે બે મીનીટ હવા પણ શહિદો ને અંજલિ આપવા રોકાઈ ગઈ હોય એમ વાતાવરણમાં ગમગીની છવાઇ ગઇ હતી.
     પાકિસ્તાન મુરદાબાદ બાદ ના નારો ઓ સાથે શહિદો અમર રહો વંદે માતરમ્ અને સમગ્ર ગામ ના હિન્દુ મુશલીમો એ પાકિસ્તાન હાય-હાય બોલાવી પોતાનો રોષ અને શહિદો પ્રત્યે ની લાગણી ઓ વ્યક્ત કરવા સાથે ઉગ્રતા થી પાકિસ્તાન ને પાઠ ભણાવવા માટે દેશના સૈન્ય અને સરકારે તાત્કાલિક પગલાં લઈ ત્રાસવાદ નો ખાત્મો બોલાવી ને સમગ્ર વિશ્ચ ને ભારત ની તાકાત નો પરચો બતાવવો જોઈએ એવી તમામ ગ્રામજનો ની લાગણી અહી સ્પષ્ટ વર્તાઈ રહી હતી.
     
રિપોર્ટ  હીરાલાલ વાઘેલા.. ભચાઉ



No comments:

Post a Comment

Pages