અમેરિકી NSA બોલ્યા:ભારતને પોતાની આત્મરક્ષાનો અધિકાર - CINE AISHWARYA

Breaking

Translate

Saturday, February 16, 2019

અમેરિકી NSA બોલ્યા:ભારતને પોતાની આત્મરક્ષાનો અધિકાર



અમેરિકી NSA બોલ્યા:ભારતને પોતાની આત્મરક્ષાનો અધિકાર 


ભારત પુલવામા આતંકી હુમલા બાદ આ હુમલા માટે જવાબદાર પાકિસ્તાન અને જૈશ એ મહોમ્મદને જવાબ આપવાની તૈયારીમાં છે. હુમલા બાદ અમેરિકા સહિત દુનિયાના મોટાભાગના દેશ ભારત સાથે ઉભા છે. આ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને પણ કહ્યું છે કે ભારતને આત્મરક્ષાનો અધિકાર છે અને આ મામલે અમે ભારત સાથે ઉભા છીએ.
અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને ભારતીય સમકક્ષ અજિત ડોવાલને કહ્યું છે કે અમેરિકા ભારતની આત્મરક્ષાના અધિકારનું સમર્થન કરે છે. બોલ્ટને જમ્મૂ-કાશ્મીરમાં થયેલા આ આતંકી હુમલા બાદ ડોવાલને ફોન કરીને શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે આતંકવાદનો સામનો કરવા માટે અમેરિકા ભારત સાથે ઉભુ છે.


No comments:

Post a Comment

Pages