ભચાઉ તાલુકાના આધોઇ પી.એચ.સી ના લખપત સબસેન્ટર ના વિજપાસર ગામની આંગણવાડી કેન્દ્ર ન.2માં ભચાઉ તાલુકાના હેલ્થ ઓફિસર ડો.એ.કે.સિંઘ સાહેબ તેમજ આધોઇ પી.એચ.સી ના મેડીકલ ઓફીસર ડો.એમ.એસ.ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ આયુષ એમ.ઓ ડો રોશન બલાત એડોલેશન હેલ્થ ડે ની ઉજવણી કરવામા આવી જેમા એડોલેશન હેલ્થ કાઉન્સેલર પાતર કિરેન કુમાર દ્વારા કિશોરીઓને પર્સનલ કેર આ અવસ્થા દરમ્યાન થતા શારીરિક ફેરફારો આઈ.એફ.એ ગોળી ના ફાયદા તેમજ ન્યુટ્રીશન વિશે માહીતી આપી તથા એફ.એચ ડબલ્યુ મમતાબેન નાયક આરોગ્ય યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી. તેમજ કિશોરીઓનો વજન,ઉંચાઈ લોહીની તપાસ કરવામાં આવી આ કાર્યક્રમમા આંગણવાડી કેન્દ્રોના વર્કર બહેનો , હેલ્પર બહેનો અને આશા ફેસિલેટર,આશા બહેન હાજર રહ્યા હતા તેમજ કિશોરીઓને નાસ્તો પણ આપવામા આવ્યુ.
રિપોર્ટ :- હીરાલાલ વાઘેલા ભચાઉ



No comments:
Post a Comment