સાબરકાંઠાના ખનીજ માફિયાઓ ધ્વારા સુજલામ સુફલામ યોજનાના નિયમોનો ખુલ્લેઆમ ભંગ - CINE AISHWARYA

Breaking

Translate

Thursday, April 25, 2019

સાબરકાંઠાના ખનીજ માફિયાઓ ધ્વારા સુજલામ સુફલામ યોજનાના નિયમોનો ખુલ્લેઆમ ભંગ

સાબરકાંઠાના ખનીજ માફિયાઓ ધ્વારા સુજલામ સુફલામ યોજનાના નિયમોનો ખુલ્લેઆમ ભંગ
  

એગ્રીકલ્ચરમાં માટીનું પુરાણ કરવાના નિયમ હોવા છતાં ખાણખનીજ વિભાગની મીઠી નજર હેઠળ કોમર્શીયલ જગ્યા ઉપર પુરાણ કરવાની કામગીરી બિન્દાસ ચાલી રહી છે. 

                  રાજ્ય સરકાર ધ્વારા તળાવ અને કેનાલો તેમજ નદીઓંના પટને સુજલામ સુફલામ જળ સંચય યોજના હેઠળ ઊંડા કરવાની કામગીરી સરકારના વિવિધ વિભાગો ધ્વારા કરવામાં આવી રહી છે.જેમાં જેતે એજન્સીને માટીકામ કરવાની નિયમોનુસાર મંજૂરી આપવામાં આવી છે જે માટી સરકારશ્રીના જેતે કામોમાં અને ખેતીના પુરાણના કામોમાં ઉપયોગ લેવા માટે છૂટ આપવામાં આવી છે.તેમ છતાં હિંમતનગર તાલુકાના કેટલાક ગામોમાં આ માટીનો ઉપયોગ કોમર્શીયલ પુરાણ કરવા માટે ખુલ્લેઆમ કરવામાં આવી રહ્યો છે. નિયમનુસાર જો આ માટીથી કોમર્શીયલ પુરાણ કરવામાં આવતું હોય તો ખાણખનીજ વિભાગમાંથી રોયલ્ટી પાસ મેળવવાનો હોય છે.પરંતુ ખનીજ માફિયાઓ ધ્વારા ખાણખનીજ વિભાગના અધિકારીઓની મીલીભગતથી મોટું કૌભાંડ ચાલી રહ્યું છે.અને સરકારના નીતિનિયમોનું સરેઆમ ભંગ થઇ રહ્યો છે.તંત્ર બધું જંતુ હોવા છતાં અજાણ હોવાનો રાગ આલોપે છે.
           પ્રાપ્ત થતી વિગતો અનુસાર હિંમતનગરથી વિજાપુર રોડ,મોતીપુરાથી આરટીઓ બાયપાસ રોડ તેમજ હિંમતનગરથી ઈલોલ જતા માર્ગો પર ગેરકાયદેસર રીતે રોયલ્ટીની ચોરી કરી ખુલ્લેંઆમ કોમર્શીયલ જગ્યાઓ પર પુરાણની કામગીરી તંત્રની રહેમ નજર હેઠળ ચાલી રહી છે. જેમાં કેટલીક જગ્યાએ કવોરી વેસ્ટનો ઉપયોગ થઇ રહ્યો છે.પરંતુ કોણ જાણે કેમ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં સુઈ રહ્યું છે ખાણખનીજ વિભાગના અધિકારી જે.એમ.પટેલ ખનીજ માફિયાઓ પર મહેરબાન હોય તેમ કોઈપણ પ્રકારનું ચેકિંગ હાથ ધરવામાં નથી આવી રહ્યું અને બિન્દાસપણે રોયલ્ટી ચોરીનું મસમોટું કૌભાંડ ચાલી રહ્યું છે. અને જો તંત્ર ધ્વારા ખાણખનીજ વિભાગની ચેકિંગ હાથ ધરવામાં આવે છે તો ખનીજ માફિયાઓના ફોલ્ડરિયાઓ ધ્વારા ખાણખનીજ વિભાગની ૯૯૦ નંબરની ગાડી જેવી બહુમાળી બિલ્ડીંગમાંથી બહાર નીકળે છે કે ફોન ધ્વારા ગાડી નીકળી છે તેવી બાતમી આપી દેવામાં આવે છે જેથી થોડીવાર માટે ખનીજ ચોરી થંભી જાય છે.અને ફરીથી ગાડી જેવી બહુમાળી પહોંચે છે કે તરત જ રોયલ્ટી ચોરીનું કામકાજ શરુ થઇ જાય છે.   
              પરંતુ સાચા અર્થમાં જો સરકારને વફાદાર રહી ખાણખનીજ વિભાગ ધ્વારા ખાનગી વાહનમાં સિક્યુરિટી સાથે ચેકિંગ હાથ ધરવામાં આવે તો લાખો રૂપિયાની રોયલ્ટી ચોરી પકડાય તેમ છે જીલ્લા કલેકટરશ્રીએ ઘટતું કરી ખાણખનીજ વિભાગને ચેકિંગ કરવા અને ફ્લાઈંગ સ્ક્વોર્ડ બનાવવા તેમજ ડ્રોન મારફતે ચેકિંગ કરવા યોગ્ય સુચના અપાય તેમ લોકો ઇચ્છી રહ્યા છે.જેથી સરકારને તિજોરીમાં લાખો રૂપિયાની આવક થાય તેમ છે.
     સરકારની રોયલ્ટી ચોરી કરી એક સ્થળથી બીજા સ્થળે માટી અથવા ડાબો નાંખવા માટે બેફામ રીતે ગાડી હંકારવામાં આવે છે જેનાથી પાણપુર વિસ્તારમાં થોડા દિવસ અગાઉ અકસ્માતોની ઘટના પણ બનવા પામેલ છે તો આ બાબતે પોલીસ તંત્રએ ફરીથી ચેકિંગ હાથ ધરવું જોઈએ અને ટ્રાફિક નીયમન માટે પોલીસ મુકવી જોઈએ તેવી પાણપુર પાટિયા વિસ્તારના લોકોએ માંગ કરી છે.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા






No comments:

Post a Comment

Pages