કચ્છ આદિપુરમાં તંબાકુ બન્યું મોતનું કારણ.. - CINE AISHWARYA

Breaking

Translate

Friday, April 24, 2020

કચ્છ આદિપુરમાં તંબાકુ બન્યું મોતનું કારણ..

આજે સવારે 11 વાગ્યાના અરસામાં આદિપુરના ત્રણવાડી વિસ્તારમાં હનુમાન મંદિર પાસે બાજીગરવાસમાં હત્યાનો બનાવ બન્યો હતો. પોલીસસૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મરનાર યુવકનું નામ સંજય બાજીગર છે.
સંજયના પિતા પાસે આરોપી જવાહર બાજીગરે તંમાકુ-ગુટખા માગ્યા હતા. સંજયના પિતાએ પોતાની પાસે તમાકુ હોવાનો ઈન્કાર કરતાં જવાહર બાજીગર તેના ખિસ્સા ફંફોસવા માંડ્યો હતો. પિતાના ખિસ્સાને ફંફોસતા જવાહરને જોઈ સંજયે ત્યાં આવી પિતાને કેમ હેરાન કરે છે? તેમ પૂછતાં જવાહરે તેની સાથે ગાળાગાળી કરી બોલાચાલી કરી હતી. ત્યારબાદ ઉશ્કેરાઈને જવાહર છરી લઈ આવ્યો હતો અને સંજય પર વાર કર્યો હતો. છરીનો ઘા સંજયના હાથ અને સાથળમાં વાગતાં સંજયને ગંભીર ઈજા થઈ હતી અને તે મોતને ભેટ્યો હતો. બનાવ અંગે જાણ થતાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર એન.કે.ચૌધરી અને આદિપુર પોલીસ દોડી જઈ તપાસ શરૂ કરી છે. આરોપીને પોલીસે દબોચી લીધો હોવાનું જાણવા મળ્યું છે.બનાવ અંગે ફરિયાદ નોંધવા તજવીજ ચાલી રહી છે.

No comments:

Post a Comment

Pages