નેપાળના ધલીખેલમાં લગભગ 3800 વર્ષ જૂની કિરાટ દેવીની મૂર્તિ મળી છે. જમીનમાં 300 મીટર નીચે દબાયેલી મૂર્તિ પુરાતત્વવિદ અને એન્ટિક ચીજોને એકત્રિત કરવાના એક શોખીને શોધી કાઢી છે. આ મૂર્તિ મળ્યા બાદ લોકોની ભીડ તેને જોવા ઉમટી પડી હતી અને સોશિયલ મીડિયા પર તેના ફોટા વાયરલ થયા હતા.
મળતી માહિતી અનુસાર આ મૂર્તિ એક નિર્માણ દરમિયાન મળી હતી. સ્થાનિક લોકો તેને પોતાના ઘરે લઈ જવા ઈચ્છતા હતા પરંતુ અન્ય ગ્રામજનોને તેની માહિતી મળી ગઈ હતી. આ મૂર્તિ કિરાટ દેવીની હોવાનું કહેવામાં આવે છે અને 3800 વર્ષ પુરાણી હોવાનનો અંદાજ કરાઈ રહ્યો છે. જ્યારે અન્ય એક પુરાતત્વવિદને આ મૂર્તિ આદિમકાળની હોવાનો અંદાજ છે. બીજી અથવા ત્રીજી સદી પહેલાંની મૂર્તિ હોયનું માનવામાં આવી રહ્યું છે. નેપાળના સૌથી પુરાણી મૂર્તિઓનું એક મ્યુઝિયમ બનાવવાની અને તાજેતરમાં મળેલ મૂર્તિના વિસ્તારમાં વધુ ખોદકામ કરવાની માગ થઈ રહી છે.
No comments:
Post a Comment