ભચાઉ ખાતે આરોગ્ય કચેરી દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરનારી આશા ઓનું સન્માન કાર્યક્રમ યોજાયું હતું - CINE AISHWARYA

Breaking

Translate

Thursday, February 14, 2019

ભચાઉ ખાતે આરોગ્ય કચેરી દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરનારી આશા ઓનું સન્માન કાર્યક્રમ યોજાયું હતું


તાલુકા આરોગ્ય કચેરી ભચાઉ દ્રારા યોજાયું આશા સંમેલન શ્રેષ્ઠ કામગીરી કરનાર આશાઓ નું સન્માન કરાયુંગત વર્ષ શ્રેષ્ઠ ૧૭/૧૮ દરમ્યાન આરોગ્યની શ્રેષ્ઠ કામગીરી કરનાર ભચાઉ તાલુકા ની આશાઓ ને સન્માનવા માટે આજ રોજ તા ૧૪/૨/૧૯ ના ભચાઉ અંધ જન મંડળ હોલ ખાતે આશા સંમેલન યોજવામાં આવેલ. જેમાં તાલુકા ની તમામ આશાઓ , આશા ફેસિલિટેટર, ફિમેલ હેલ્થ સુપરવાઈઝર ,મેડિકલ ઓફિસર તથા આરોગ્ય સ્ટાફ હાજર રહેલ.આશા સંમેલન નું દિપ પ્રાગટ્ય ગાંધીધામ ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી, નગર પાલીકા પ્રમુખશ્રી કુલદીપસિંહ જાડેજા , ગોપાલક વિકાસ ના માજી ચેરમેન અરજણભાઈ રબારી,તાલુકા હેલ્થ ઓફિસર ડો.એ.કે.સિંઘ દ્રારા કરવામાં આવેલ.તાલુકા હેલ્થ ઓફીસર દ્રારા આશાઓ ને આરોગ્ય ની તમામ યોજનાઓ ની વિસ્તૃત માહિતી આપવામાં આવેલ.આ તબક્કે ગત વર્ષ ની શ્રેષ્ઠ કામગીરી કરનાર પ્રા.આ.કે  વાઇજ આશાઓ નું સન્માન ધારાસભ્યશ્રી, પ્રમુખ શ્રી ના હસ્તે  કરવામાં આવેલ.આશા ઓ દ્રારા આરોગ્ય ને લગતા ગીત અને નાટક કરવામાં આવેલ. તમામ આરોગ્ય કર્મચારીઓ એ સંમેલન ને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ હતી .


રિપોર્ટ : હીરાલાલ વાઘેલા.. ભચાઉ




No comments:

Post a Comment

Pages