ભૂજની પાલારા ખાસ જેલમાં બેરેક માંથી બે મોબાઈલ મળી આવતા ચકચાર,અમદાવાદ D G સ્કવોડના દરોડા - CINE AISHWARYA

Breaking

Translate

Saturday, January 8, 2022

ભૂજની પાલારા ખાસ જેલમાં બેરેક માંથી બે મોબાઈલ મળી આવતા ચકચાર,અમદાવાદ D G સ્કવોડના દરોડા

કચ્છ ભૂજની ખાસ જેલની બેરેક નંબર 6માંથી 2 એન્ડ્રોઇડ મોબાઇલ મળી આવતા,ખળભળાટ મચી ગયો હતો. DG સ્કવોડે આ મોબાઈલ જપ્ત કર્યા હતા.હવે આ ઘટનાની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
કચ્છ ભુજની ખાસ પાલારા જેલમાં અમદાવાદ D.G સ્કવોડના દરોડા પડ્યાં હતા. સરહદીય વિસ્તારની છેવાડાની ખાસ જેલમાં કેટલીક ગોબાચારી ચાલતી હોવાની પૂર્વ માહિતીના આધારે, ઓંચિંતા ચાપા મારવામાં આવ્યા હતા. દરમિયાન  જેલની બેરેક નંબર 6માંથી 2 એન્ડ્રોઇડ મોબાઇલ મળી આવતા,ખળભળાટ મચી ગયો હતો. DG સ્કવોડે આ મોબાઈલ જપ્ત કર્યા હતા.હવે આ ઘટનાની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.સૌથી મોટો સવાલ એ છે કે આ ખાસ જેલમાં મોબાઈલ આવ્યા કેવી રીતે....? 
દરિયા પારથી આવતા નશીલા પદાર્થના સોદાગરો પણ આ જેલમાં છે તો કેટલાક નાપાક ઈરાદે ઘુસી આવતા પાકિસ્તાનીઓને પણ આ જેલમાં રાખવામાં આવે છે ત્યારે, ભુજની આ ખાસ જેલમાં મોબાઈલ મળવાની ઘટના પણ ચોંકાવનારી છે. 
 

No comments:

Post a Comment

Pages